Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

સપનુ જોયુ એના કરતાં ઘણું વધુ મળ્યું: પંકજ

આપબળે અથાક મહેનતથી બોલીવૂડ અને ડિજીટલ પ્લેટફોર્મ પર ખુબ મોટુ નામ બનાવી ચુકેલા અભિનેતા પંકજ ત્રિપાઠી કહે છે હવે હું અહિ અત્યંત ખુશ અને સંતુષ્ઠ છું. કારણ કે મેં જે સપનુ જોયુ હતું તેના કરતાં અનેકગણું વધારે મને મળી ગયું છે. બિહારના ગોપાલગંજ જિલ્લાના ગામમાં જન્મેલા પંકજ ત્રિપાઠીએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી તે ૨૦૦૪માં ગ્રેજ્યુએશન કર્યુ હતું. એ પછી તેણે અભિનય ક્ષેત્રે કદમ માંડી પાછુ વળીને જોયું નથી. ગેંગ્સ ઓફ વાસેપુરની તેની ભૂમિકાએ લોકોને પોતાના તરફ આકર્ષિત કર્યા હતાં. હાલમાં તે ખુબ વ્યસ્ત અભિનેતાઓના લિસ્ટમાં સામેલ છે. તે કહે છે હું જે પ્રકારે કામ કરી રહ્યો છું એ જોતાં લાગે છે કે મારા માટે આ સપના જેવી સ્થિતિ છે. મેં જે સપનુ જોયેલુ તેના કરતાં ઘણુ વધુ હું અત્યારે મેળવી રહ્યો છું.   કારણ કે તમે કદી ધાર્યું નથી હોતું કે આવું પણ થઇ શકે.

(10:16 am IST)