Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

સોનાક્ષીની એક ઇચ્છા હજુ અધુરી

સોનાક્ષી સિન્હાની ફિલ્મ ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ ચુકી છે. ઘણાને આ ફિલ્મ ગમી નથી. પરંતુ સોનાક્ષી સિન્હાએ ભજવેલી ભુમિકા બધાને પસંદ પડી છે. એક દસકા પહેલા દબંગ ફિલ્મમાં સલમાન ખાન સાથે કામ કરી અભિનય કારકિર્દી આરંભનારી સોનાક્ષીની એક ઇચ્છા હજુ અધુરી છે. તેને શાહરૂખ ખાન સાથે કામ કરવું છે. તેણે કહ્યું હતું કે તે મારા વિશ લિસ્ટમાં છે. સોનાક્ષીએ બોલીવૂડના લગભગ મોટા સ્ટાર્સ અક્ષયકુમાર, અજય દેવગન, શાહિદ કપૂર અને સંજય દત્ત સહિત સાથે કામ કર્યું છે, પણ શાહરૂખ સાથે તેની ફિલ્મ બની નથી. સોનાક્ષીએ તાજેતરમાં કહ્યું હતું કે મારે તો શાહરૂખ સાથે કામ કરવું જ છે, પરંતુ હવે શાહરૂખ ખાનને પણ આ પુછવાનું શરૂ થવું જોઇએ. સોનાક્ષી ભુજ ફિલ્મમાં ગરબે પણ રમી છે. આ જોઇ દિપીકાના નગાડા સંગ ઢોલ વાગે ગીતની યાદ આવી ગઇ હતી.

(10:16 am IST)