Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

હવે મેજરભાઉના રોલમાં તનુજ

અભિતેના તનુજ વીરવાણીએ કારકિર્દીની શરૂઆત  લવ યુ સોનીયા, પુરાની જીન્સ અને વન નાઇટ સ્ટેન્ડ જેવી ફિલ્મોથી કરી હતી. જો કે તેને સાચી ઓળખ વેબ સિરીઝને કારણે મળી હોય તેમ જણાય છે. ઇન્સાઇડ એજ, જીગ્સો, રીહા, નાશ, ફુહ સે ફેન્ટસી, પોઇઝન, કોડ એમ, અરબન ઇનકરેકશન, મસાબા બસાબા, તંદૂર, મર્ડર મેરી જાન, કમાઠીપુરા સહિતના શોના તેના અલગ અલગ પાત્રોએ સતત દર્શકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. હવે તે એકશન ડ્રામા કાર્ટેલમાં મેજર ભાઉના રોલમાં જોવા મળવાનો છે. આ શોના એકશન દ્રશ્યોના શુટીંગ વખતે તે ઘાયલ પણ થયો હતો. એક ચપ્પુથી તેને ઇજા થઇ હતી. તેણે કહ્યું હતું કે એક સિન દરમિયાન મારે ચપ્પુથી હુમલો કરવાનો હતો. તે વખતે એક પોકેટ નાઇફનું બટન મારાથી અચાનક દબાઇ જતાં તેનો અણીદાર ભાગ મારી આંગળીમાં ખુંચી જતાં ખુબ જ દુઃખાવો થયો હતો. મારા માટે આ ભયંકર હતું. કારણ કે મેં અગાઉ કદી આવા દ્રશ્યો ભજવ્યા નહોતાં. જો કે અમારે ફાઇનલ ટેક હોવાથી દ્રશ્ય પુરું કરવું પડ્યું હતું.

(10:15 am IST)