Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

સલમાન ખાનની ફિલ્મ 'ટાઇગર જિંદા હૈ' પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી

મુંબઇ :  'ટાઇગરે' આવતાની સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. બોલિવૂ઼ડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ 'ટાઇગર જિંદા હૈ' પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. તેમજ અનેક ફિલ્મોને રેકોર્ડ તોડી દીધો છે. આ ફિલ્મની કમાણીના ફાઇનલ આંકડા આવી ગયા છે અને ફિલ્મે કુલ 33.75 કરોડની કમાણી કરી છે. જોકે આટલી કમાણી બાદ સલમાનની ફિલ્મ બાહુબલી-2નો રેકોર્ડ તોડી શકી નથી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે પ્રથમ દિવસે સૌથી વધારે કમાણી કરવાનો રેકોર્ડ બાહુબલી-2 પાસે છે. બાહુબલી-2 એ 41 કરોડની કમાણી કરી હતી. પરંતુ આ ફિલ્મ તેલુગુ અને તમિલમાં બની હતી અને તેને હિન્દી ભાષામાં ડબ કરી હતી. ત્યારે હવે પ્રથમ નંબર પર 41 કરોડ સાથે બાહુબલી-2 અને બીજા નંબર પર 33.75 કરોડની સાથે 'ટાઇગર જિંદા હે', 30 કરોડની કમાણીની સાથે ત્રીજા નંબર પર અજય દેવગનની ફિલ્મ ગોલમાલ અગેન અને ચોથા નંબર સલમાનની ફિલ્મ ટ્યૂબલાઇટ 21.15 કરોડ છે. તે સિવાય પાંચમાં નબંર પર 20.42 કરોડની સાથે શાહરુખ ખાનની ફિલ્મ રઇસ છે.

(10:45 pm IST)