Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને બરેલી ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ડોક્ટરેટની પદવી એનાયત

યુનિવર્સિટીના ચાન્સેલર કેશવ કુમાર અગ્રવાલ રવિવારે એક કાર્યક્રમમાં આ પદવી એનાયત કરશે

મુંબઇ : બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને બરેલી ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ડોક્ટરેટની પદવી એનાયત કરશે. દેશી ગર્લ પ્રિયંકા ચોપડાનું બાળપણ ઉત્તરપ્રદેશના બરેલીમાં વીત્યું છે. યુનિવર્સિટીના ચાન્સેલર કેશવ કુમાર અગ્રવાલ રવિવારે એક કાર્યક્રમમાં આ પદવી એનાયત કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી હર્ષવર્ઘન અને યુપીના નાણાંમંત્રી રાજેશ અગ્રવાલ પણ સામેલ થશે.

તેની સાથે જ પ્રિયંકાને એક સ્મૃતિચિહ્ન પણ ભેટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા આશરે 5 વર્ષ બાદ તેના ગૃહનગર બરેલી જઇ રહી છે. પ્રિયંકાની માતા મધુ ચોપડાએ કહ્યું કે તેને ઘણી ખુશી થાય છે કે પ્રિયંકા સમાજ કલ્યાણનું કામ કરે છે. હાલ તે યૂનિસેફની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. પ્રિયંકા ચોપડાને આ સમ્માન તેના સામાજીક કાર્યોમાં રહેલી રુચિને લઇને કરવામાં આવી રહ્યું છે.

પ્રિયંકા અમેરિકાની ટીવી સીરિયલ ક્વોન્ટિકો 2માં નજરે પડવાની છે. તેમજ તેને બોલિવૂડની અનેક સ્ક્રિપ્ટ પણ સાઇન કરી છે.

(10:44 pm IST)