Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ઓટીટી પ્‍લેટફોર્મ પર ચમકી નસીબ અજમાવતા પંકજ ત્રિપાઠી, જિતેન્‍દ્ર કુમાર, દિવયેન્‍દુ શર્મા તથા બોબી દેઓલ સહિતના સિતારાઓ

સફળતા માટે વર્ષો સુધી સંઘર્ષ કરી ચુકેલા બોબી દેઓલની કારકિર્દીને વેબ સિરીઝ ‘આશ્રમ'એ બચાવી

મુંબઇઃ OTT પ્લેટફોર્મ હવે લોકો માટે ખાસ બની ગયું છે. ઓટીટી પ્લેટફોર્મ પર ઘરમાં બેસી ફિલ્મો અને વેબ સિરીઝ માણવાનો જે આનંદ છે તે શબ્દોમાં વર્ણવી ન શકાય. આજે ઓટીટી પ્લેટફોર્મ લોકોના જીવનનો એક ભાગ બની ગયા છે. જો કે લોકો માટે જ નહીં બોલિવૂડના કેટલાક સ્ટાર્સ માટે પણ આ પ્લેટફોર્મ ખાસ છે. કારણ કે આ કલાકારોનું  નસીબ પણ ફિલ્મો દ્વારા નહીં પરંતુ OTT પ્લેટફોર્મના માધ્યમથી ચમક્યું છે. આ કલાકારો રાતોરાત સ્ટાર બની ગયા અને હવે લોકોના દિલ પર રાજ કરે છે.

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ વેબ સિરીઝ 'મિર્ઝાપુર'માં કાલીન ભૈયાની ભૂમિકા ભજવી ત્યાર પછી તેમને ઓળખ મળી. આ વેબ સિરીઝ પછી પંકજ ત્રિપાઠીની કિસ્મત ખુલી ગઈ અને તેની લોકપ્રિયતા વધી ગઈ.

જિતેન્દ્ર કુમાર

પંકજ ત્રિપાઠી પછી બીજું નામ જિતેન્દ્ર કુમારનું આવે છે. જિતેન્દ્ર ઘણી વેબ સિરીઝમાં જોવા મળ્યો છે. વેબ સિરીઝમાં કામ કરીને જ જિતેન્દ્ર લોકપ્રિય કલાકાર બન્યો છે. તેની હીટ વેબ સિરીઝમાં 'કોટા ફેક્ટરી' અને 'પંચાયત'નો સમાવેશ થાય છે.

દિવ્યેન્દુ શર્મા

'પ્યાર કા પંચનામા' ફિલ્મથી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર દિવ્યેન્દુને લોકપ્રિયતા OTT પ્લેટફોર્મ પર જ મળી. આ ફિલ્મ પછી દિવ્યેન્દુ ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો પરંતુ તેની લોકપ્રિયતા ન મળી. પરંતુ વેબ સિરીઝ 'મિર્ઝાપુર' માં મુન્ના ભૈયાના પાત્ર ભજવ્યા બાદ દિવ્યેંદુ રાતોરાત સ્ટાર બની ગયો.

બોબી દેઓલ

બોલિવૂડમાં ઘણા વર્ષો સુધી સફળતા માટે સંઘર્ષ કરી ચુકેલા બોબી દેઓલની ડૂબતી કારકિર્દીને વેબ સિરીઝ 'આશ્રમ' એ બચાવી. બોબી દેઓલે આ વેબ સિરીઝમાં બાબા નિરાલાનું પાત્ર ભજવ્યું છે. આ સિરીઝ પછી બોબી દેઓલે  ફરીથી ચર્ચામાં આવ્યો. આ વેબ સિરીઝમાં બોબી દેઓલના અભિનય સાથે તેના ઈન્ટિમેટ સીન્સની પણ ખૂબ ચર્ચા થઈ હતી.

(6:26 pm IST)