Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

આ ફિલ્‍મથી ઘણુ નવું શીખવા મળ્‍યું: તમન્‍ના

તમન્‍ના ભાટીયાની ફિલ્‍મ બબલી બાઉન્‍સર આ શુક્રવારે રિલીઝ થવાની છે. ફિલ્‍મના પોતાના રોલ માટે કલાકારો ભરપુર મહેનત કરતાં હોય છે. તમન્‍ના ભાટીયા આ ફિલ્‍મમાં બાઉન્‍સરનો રોલ નિભાવી રહી હોઇ તેને બૂલેટ ચલાવવાનું હતું. પરંતુ તે ચલાવતા આવડતું ન હોઇ ખાસ તાલિમ લઇને તે બૂલેટ ચલાવતા શીખી હતી. આ ફિલ્‍મની સ્‍ટોરી નાના શહેરમાં રહેતી બબલીની  છે.  ફિલ્‍મના માધ્‍યમથી તેને ઘણું નવું શીખવા મળ્‍યું છે. મધુર ભંડારકર ફિલ્‍મના નિર્દેશક છે. ફિલ્‍મમાં સૌરભ શુક્‍લા, અભિષેક બજાજ, સબ્‍યસાચી ચક્રવર્તી, કરણસિંઘ છાબરા અને સાહિલ વૈદ્ય પણ મુખ્‍ય ભુમિકામાં છે.  તમન્‍ના કહે છે સૌથી અઘરો અનુભવ  બૂલેટ ચલાવતી વખતે થયો હતો.  કારણ કે એ હેવી બાઇક છે. એથી એ ચલાવવા માટે મને સમય લાગ્‍યો હતો. સાથે જ હું બીટ બોક્‍સિંગ પણ શીખી હતી. બીટ બોક્‍સિંગ એટલે કોઈને મારવાનું નથી હોતું, પરંતુ એક પ્રકારનો વોઇસ હોય છે જેમાં અલગ-અલગ સાઉન્‍ડ્‍સ કાઢવાના હોય છે.

(10:19 am IST)