Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ટીવી પરદા પછી ઓટીટી પર જમાવટ કરી આકાંક્ષાએ

ટીવી પરદે કામ કરતી મોટા ભાગની અભિનેત્રીઓની નજર હમેંશા બોલીવૂડના પરદા પર હોય છે. આકાંક્ષા સિંહ તેમાંથી બાકાત નથી. તેણે પંદર વર્ષની ઉમરે નાટકોમાં કામની શરૂઆત કર્યા પછી ટીવી સિરીયલ ના બોલે તુમ ના મૈને કુછ કહા, ગુલમહોર ગ્રાન્‍ડ સહિતના શો કર્યા હતાં. ત્‍યારબાદ તેણે દક્ષિણ ભારતીય ફિલ્‍મો તરફ પગલા માંડયા હતાં. ત્‍યાં પણ સારી ફિલ્‍મો કરી હતી. તે કહે છે ટીવી સિરીયલો તમને ટાઇપકાસ્‍ટ કરી નાખે છે એ વાતમાં બેમત નથી. પરંતુ એ વાતની ખુશી છે કે હું તેમાંથી છટકી ગઇ છું.

સાઉથ ઉપરાંત હિન્‍દી ફિલ્‍મ પણ તે કરી ચુકી છે. હવે તેણે ઓટીટી પર એન્‍ટ્રી કરી લીધી છે. વેબ સિરીઝ રંગબાઝ-ડર કી રાજનીતિમાં તેણે  વીસ વર્ષની યુવતિથી માંડી ચાલીસ વર્ષની મહિલા સુધીની ભુમિકા નિભાવી છે. તે કહે છે આ કામ ધાર્યા જેટલુ સહેલુ નહોતું. મને મારા હુન્‍નરનો પરચો બતાવવાની તક મળી છે. મને જે કામ મળ્‍યું તે વધુ મહત્‍વનું હતું.

(10:19 am IST)