Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

અભિનવ ફરી કંઇક નવું લાવશેઃ 'બ્લેકમેલ' માટે ખુબ ઉત્સુકતા

અભિનવ દેવના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ બ્લેકમેલનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. ઇરફાન ખાન આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યો છે. ટીઝરમાં ઇરફાન ખાન ચડ્ડી પહેરેલો અને બ્રા-પેન્ટી માટેની પેપર બેગથી મોઢુ છુપાવી ભાગતો દેખાય છે. સાથે સાથે ચડ્ડી વાલે કો પકડો...એવા અવાજ પણ સંભળાય છે. આ જોતાં ફિલ્મ કોમેડી હોવાનું સમજાય છે. તો સાથો સાથ સ્ટોરી પ્રત્યે પણ લોકો ઉત્સુક બની જશે. અભિનવ દેવ અલગ જ પ્રકારની ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. અગાઉ તેણે ડેલ્હી બેલ્લી જેવી ફિલ્મ બનાવી હતી.

હવે તેની બ્લેકમેલ ઉપર પણ લોકો ખુબ આશા રાખીને બેઠા છે. બાવીસમી ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે. ઇરફાન સાથે દિવ્યા દત્તા, ઓમી વૈદ્ય, કિર્તી કુલ્હારી પણ મહત્વના રોલમાં છે.

(9:28 am IST)