Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

બોલીવુડમાં મારે બધા સાથે મનમેળ છે: નેહા ધૂપિયા

મુંબઇ: અભિનેત્રી અને ટીવી રિયાલિટી શોની હોસ્ટ એવી નેહા ધૂપિયાએ કહ્યું હતું કે બોલિવૂડમાં મારે બધા સાથે સારો મનમેળ છે અને બધા સાથે મારી સારી ફ્રેન્ડશીપ છે. બીએફએફ્સ વીથ વૉગ ટીવી શોની સંચાલક એવી નેહો કહ્યું, 'મને લાગે છે કે હું બોલિવૂડને બરાબર સમજું છું અને બોલિવૂડ વિશે પૂરતી માહિતી ધરાવું છું. મોટા ભાગના કલાકારો અને ફિલ્મ સર્જકો સાથે મારી સારો મનમેળ છે, સારી દોસ્તી છે એટલે હું મારા કામને નિર્વિઘ્ને પૂરતો ન્યાય આપી શકું છું. ૨૦૦૩માં રજૂ થયેલી અને મિડિયમ સફળતાને વરેલી ફિલ્મ કયામત : સિટિ અન્ડર ધ થ્રેટથી પોતાની અભિનય કારકિર્દી શરૃ કરનારી નેહાએ ત્યારબાદ જુલી, ક્યા કૂલ હૈં હમ, ચૂપકે ચૂપકે, સિંઘ ઇઝ કિંગ, ઊંગ્લી, કરીબ કરીબ સિંગલ અને તાજેતરમાં રજૂ થયેલી હિટ ફિલ્મ તુમ્હારી સુલુમાં વિવિધ રોલ ભજવી બતાવ્યા હતા. એ હસમુખી અને મિલનસાર (એક્સ્ટ્રોવર્ટ ) ગણાય છે. 

(4:37 pm IST)