Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

26 જન્યુઆરીએ શરૂ થશે મુંબઈ મહોત્સવ

મુંબઈ: મુંબઈમાં સંગીત,નૃત્ય, કલા, ભજન અને અભિનયના સંગમ મુંબઈ મહોત્સવ 26 જાન્યુઆરીએ શરૂ થશે. આ સમારોહનું આયોજન બ્રાન્દ્રા-કુર્લા પરિસર સ્થિત એમએમઆરડીએ મેદાનમાં કરવામાં આવ્યું છે. આ મહોત્સવનું મંચ ડિજાઇન 'દેવદાસ', 1942 એ લવ સ્ટોરી અને ઇશ્ક ફિલ્મના સેટ ડિઝાઈનર નીતિન કુલકર્ણીએ કર્યું છે.

ત્રણ દિવસીય મહોત્સવનું શુભારંભ 300થી વધુ કલાકરો દ્વારા કરવામાં આવશે. આ સમારોહમાં દ્રમ કેફે નામક ઢોલ વગાડનાર કંપની દ્વારા 2100 ઢોલ વગાડીને વિશ્વ રેકોર્ડ  પર બનાવવામાં આવશે.

(4:35 pm IST)