Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

લક્ષ્મી પછી અક્ષય પાસે આઠ ફિલ્મો

દિવાળીના તહેવાર પર ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મીએ ઓટીટી પ્લેટફોર્મ પર પહેલા જ દિવસે રેકોર્ડ તોડ્યો હતો. સોૈથી વધુ દર્શકોએ ફિલ્મ જોઇ નાંખી હતી. પરંતુ અમુક દર્શકો અને સમીક્ષકોને આ ફિલ્મ પસંદ પડી નથી. આ કારણે અક્ષયની આગામી ફિલ્મોની તારીખમાં ફેરફારો થવાની શકયતા છે. જો કે આમ છતાં અક્ષયના ચાહકોએ ફિલ્મને પસંદ કરી છે. અક્ષય પાસે અન્ય ફિલ્મોમાં સૂર્યવંશી છે. જે બનીને તૈયાર છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. બેલબોટમ, પૃથ્વીરાજ, અતરંગી રે અને બચ્ચન પાંડે જેવી ફિલ્મો પણ અક્ષયના હાથમાં છે. બચ્ચન પાંડેમાં અક્ષય ગેંગસ્ટરનો રોલ નિભાવી રહ્યો છે અને ક્રિતી સેનન મુખ્ય હિરોઇન છે. આ ઉપરાંત આનંદ એલ. રાયની રક્ષાબંધન પણ અક્ષય કરી રહ્યો છે. મુદ્દસર અઝીઝની એક  કોમેડી ફિલ્મ પણ તેણે સાઇન કરી છે. આમ અક્ષય પાસે આઠ ફિલ્મો છે.

(9:27 am IST)