Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ટાઇપકાસ્ટ બનવાનું પસંદ નથી રતિને

કોઇપણ અભિનેતા હોય તેના માટે તેણે નિભાવેલા પાત્રો ખુબ મહત્વના હોય છે. જો કે અમુક અભિનેતા એકને એક પ્રકારના રોલ પસંદ કરતાં હોય છે તો અમુકને સતત કંઇક નવુ કરવાની ઇચ્છા રહેતી હોય છે. અભિનેત્રી રતિ પાંડે કહે છે મને ટાઇપકાસ્ટ ભુમિકાઓ પસંદ નથી. એકને એક પ્રકારના રોલ બીજી વાર કરવાનું મને જરાપણ પસંદ નથી, અને એથી જ જો એક સરખો રોલ ઓફર થાય તો હું ના કહેવાનું પસંદ કરુ છું. હું હમેંશા એક એવા પાત્ર સાથે પરદા પર આવવામાં વિશ્વાસ ધરાવું છે કે જે પાત્ર મેં અગાઉ કદી નિભાવ્યું ન હોય.

હું ભાગ્યશાળી છું કે મને અલગ-અલગ પાત્રો પસંદ કરવાની તક મળે છે. ડેઇલી સોપ્સથી લઇને રિયાલીટી શો અને હવે પોૈરાણીક શો, આ બધું કામ મેં કર્યુ છે. જેમાં એકપણ રોલ એક સરખો નથી કર્યો. આ બધુ કરવા મેં ટાઇપકાસ્ટ થવાનો નિયમ તોડ્યો છે. જો કે આ નિર્ણય બધા અભિનેતાઓનો પોતપોતાનો હોય છે.  રતિ હાલમાં દંગલના શો દેવી આદિ પરાશકિતમાં જોવા મળી રહી છે.

(9:26 am IST)