Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

અભિનેતા ધનુષની દ્વિભાષી ફિલ્મ 'વાથી' 2 ડિસેમ્બરે થશે રિલીઝ

મુંબઈ: બે વખતના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા ધનુષની તેલુગુ-તમિલ દ્વિભાષી 'સર' (તેલુગુ) / 'વાથી' (તમિલ) આ વર્ષે 2 ડિસેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થશે. નિર્માતાઓએ ફિલ્મ વિશે જાહેરાત કરી છે. અગ્રણી પ્રોડક્શન હાઉસ સિતારા એન્ટરટેઈનમેન્ટ્સ અને ફોર્ચ્યુન ફોર સિનેમા સંયુક્ત રીતે મોટા પાયે હાઈ-બજેટ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. વેંકી અટલુરી દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં સંયુક્તા મેનન મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મ ગરીબો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ બનાવવા વિશે છે. અભિનેતા ધનુષ ફિલ્મમાં ત્રિપાઠી શૈક્ષણિક સંસ્થાના જુનિયર લેક્ચરર બાલા ગંગાધર તિલકની ભૂમિકા ભજવે છે. ધનુષ ફિલ્મમાં એક પંચ લાઈન આપી રહ્યો છે, જેને ઘણા લોકો વાથીની બોટમલાઈન માને છે. તે કહે છે, "શિક્ષણ એ મંદિરમાં દેવતા સમક્ષ જે પ્રસાદ ચઢાવીએ છીએ તેના સમાન છે. તેને વહેંચો.

(6:41 pm IST)