Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

શુટીંગમાં સતત વ્‍યસ્‍ત છે કિયારા

બોલીવૂડમાં આ વર્ષે ધમધોકાર નેગેટિવીટી વચ્‍ચે પણ કોઇ સફળ થયું હોય તો એ આલિયા ભટ્ટ છે અને બીજા ક્રમે કિઆરા અડવાણી આવે છે. ગંગુબાઇ કાઠીયાવાડી અને આરઆરઆર જેવી ફિલ્‍મોને કારણે આલિયા સફળ રહી હતી. તો કિયારાએ ભૂલભૂલૈયા-૨ અને જૂગ જૂગ જીયો જેવી સફળ ફિલ્‍મો આપી હતી. કિયારા હાલમાં સત્‍યપ્રેમ કી કથા નામની ફિલ્‍મના શુટીંગમાં વ્‍યસ્‍ત છે. જેમાં તેની જોડી કાર્તિક આર્યન સાથે બની છે. આ ઉપરાંત રામચરણ સાથે પણ તે આરસી-૧૫ નામની ફિલ્‍મ કરી રહી છે.
ગોવિંદા નામ તેરા ફિલ્‍મ પણ તેના હાથ પર છે. ફગલી જેવી ફલોપ ફિલ્‍મથી શરૂઆત કરનાર કિયારા કદી હિમ્‍મત હારી નથી. તે કહે છે મેં નિષ્‍ફળ ફિલ્‍મથી કારકિર્દી આરંભી હતી. પણ એ ફિલ્‍મને લીધે જ બોલીવૂડમાં પગ મુકવાની જગ્‍યા મળી હતી. દરેક ફિલ્‍મની સાથે હું એક એક પગથીયુ ઉપર ચડી છું. આઠ વર્ષના ટુંકા ગાળામાં સફળતાના શીખર સર કરી રહેલી કિયારાનો સિતારો ચડતી કળાએ છે.

 

(11:03 am IST)