Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

કામ માંગવામાં શરમ નથી લાગતી : એશા

ટીવી પરદે મેડમ સર સિરીયલમાં કામ કરીને જાણીતી બનેલી એશા કંસારાએ અ શોનું શુટીંગ પુરૂ થતાં જ નવા શો માટે ઓડિશન આપવાનું શરૂ કરી દીધું છે. એશા કહે છે ટીવી પરદાના કલાકારોના શો પુરા થાય એટલે અચાનક જ તેમની પાસે પુષ્‍કળ સમય આવી પડે છે. નવરાશનો સમય તેમના માટે શુન્‍યાવકાશ સર્જતો હોય છે. હું કામઢી હોવાથી મને ખાલી બેસી રહેવું ગમતું નથી. હું ઓડિશન આપવાથી માંડી મારી મનગમતી પ્રવૃતિ કરવામાં લાગી જાઉ છું. હું કામ વગર બેસી શકતી નથી, કાસ્‍ટીંગ ડાયરેક્‍ટરને ફોન કરી કામ માટે પુછતી રહુ છું. કામ માગવામાં અને ઓડિશન આપવામાં મને શરમ લાગતી નથી. કોઇપણ કલાકાર તેનો એક શો પુરો થાય પછી તે નવોદિત બની જતો હોય છે. એશા કહે છે બે વર્ષ પછી આ વખતે નવરાત્રીમાં રાસ ગરબા રમવ માટે પણ હું અધીરી બની છું. અમદાવાદ આવીને તે રાસ રમશે.

 

(11:02 am IST)