Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ટાઇગરની ત્રણ ફિલ્મોની રાહ

ટાઇગર શ્રોફ બોલીવૂડમાં પોતાના ડાન્સ અને એકશનને કારણે અલગ જ ચાહક વર્ગ ઉભો કરવામાં સફળ રહ્યો છે. તેની કારકિર્દીની શરૂઆતથી માંડી અત્યાર સુધીની લગભગ ફિલ્મો ચાહકોએ વખાણી છે. જો કે બે ફિલ્મો ફલોપ પણ નિવડી હતી. હવે ટાઇગરને લઇને બોલીવૂડના શો મેન સુભાષ ધઇ એક ફિલ્મ બનાવી રહ્યાની ચર્ચા  છે.તાજેતરમાં સુભાષ ધઇની ઓૅફિસમાં ટાઇગર, અહેમદ ખાન અને સિનેમૅટોગ્રાફર કબીર લાલ એકઠા થયા હતાં. ટાઇગરના ચાહકો ટાઇગરની ત્રણ ફિલ્મો હીરોપંતી-૨, બાગી-૪ અને ગણપતની રાહ જોઇ રહ્યા છે. આ ત્રણેય ફિલ્મોનું કામ ચાલી રહ્યું છે. ટાઇગર સાથેની મુલાકાતનો ફોટો ટ્વિટર પર સુભાષ ધઇએ પોસ્ટ કરીને લખ્યું હતું કે મારા સુપરહીરો ટાઇગર શ્રોફ, ડિરેકટર અહમદ ખાન અને મારા સિનેમેટોગ્રાફર કબીર લાલ સાથે મારી ઓફિસમાં લન્ચ કરવાની મજા આવી ગઇ. અમે ગ્રેટ ફિલ્મ સાથે બનાવવા માટે થનગની રહ્યા છીએ.

(10:14 am IST)