Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

રાજકુમારીના રોલમાં દ્રષ્ટી ધામીઃ આવી રહી છે વેબ સિરીઝ

અભિનેત્રી દ્રષ્ટી ધામી મધુબાલા, બાલિકા વધૂ, ઇસ પ્યાર કો કયા નામ દૂં, એક થા રાજા એક થી રાની સહિતના શોને કારણે જાણીતી છે. હવે વેબ સિરીઝ ધ એમ્પાયરમાં રાજકુમારીના રોલમાં જોવા મળવાની છે. સિરીઝ બનાવી રહેલા નિખિલ અડવાણીનું કહેવું છે કે 'ધ એમ્પાયર'માં મહિલાઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આ સિરીઝમાં રાજાશાહી દેખાડવામાં આવી છે, જેમણે વર્ષ ૧૫૨૬થી ૧૫૩૦ સુધી ભારતમાં શાસન કર્યું હતું. આઠ એપિસોડની આ સિરીઝ ૨૯મી ઓગષ્ટે ડિઝની હોટસ્ટાર પર આવી રહી છે. ઐતિહાસિક ઘટનાઓ પર પ્રકાશ પાડનાર આ શોમાં શબાના આઝમી, દૃષ્ટિ ધામી, કુણાલ કપૂર, ડિનો મોરિયા, આદિત્ય સીલ, સાહિર બમ્બા અને રાહુલ દેવ જોવા મળશે. આવશે. કુણાલ કપૂર બાબરની ભૂમિકામાં જોવા મળશે, દૃષ્ટિ ધામી કુણાલની બહેન રાજકુમારી યોદ્ધા ખાનઝદાના રોલમાં દેખાશે. મીતાક્ષરા કુમારે આ સિરીઝનું નિર્દેશન કર્યુ છે. જેનું શુટીંગ ભારત અને ઉઝબેકિસ્તાનમાં કરવામાં આવ્યું છે.

(10:13 am IST)