Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

સાત ફિલ્મોના કામમાં વ્યસ્ત છે જૈકલીન

શ્રીલંકન સુંદરી જૈકલીન ફર્નાન્ડીઝ હવે બોલિવૂડની હોટ અને ગ્લેમરસ અભિનેત્રીની હરોળમાં સામેલ છે. તે સતત મોટી ફિલ્મોમાં કામ કરી રહી છે. જૈકલીને તાજેતરમાં તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેનો જન્મ બહેરીનમાં થયો હતો. આજે આ અભિનેત્રી એક સાથે સાત સાત ફિલ્મોના કામમાં વ્યસ્ત છે. જૈકલીન એક સમયે શ્રીલંકામાં ટીવી રિપોર્ટર પણ હતી. તેણે સિડનીમાં માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો હતો. એ પછી ટીવી રિપોર્ટર બનવા શ્રીલંકા આવી હતી. પરંતુ એ સાથે જ તેને મોડેલિંગની ઓફર્સ મળવા માંડી હતી. મોડલિંગ કરતી વખતે મિસ શ્રીલંકામાં ભાગ લીધો હતો અને એ સ્પર્ધા જીતી પણ લીધી હતી. જૈકલીન ૨૦૦૯માં ભારત આવી હતી. અહિ મોડેલિંગથી શરૂઆત કર્યા બાદ સુજોય ઘોષે ફિલ્મ અલ્લાદ્દિનમાં તેને લીધી હતી. મોડેલિંગ, અભિનય ઉપરાંત ખુબ સારી રસોઇ બનાવતાં પણ જૈકલીનને આવડે છે. જૈકલીનની સાત ફિલ્મો ભૂત પોલીસ, સરકસ, એટેક, વિક્રાંત રોણા, બચ્ચન પાંડે, રામ સેતુ અને તેલુગુ ફિલ્મ હરીહરા વીરા મલ્લુ આવી રહી છે.

(10:13 am IST)