Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

પ્રેગ્નન્સીમાં પણ શૂટિંગ કરી રહી છે દીપિકા પાદુકોણ

મુંબઇ,તા. ૧૮: દીપિકા પાદુકોણના હાલમાં કેટલાક ફોટો વાઇરલ થયા છે. આ ફોટો તેની શ્નસિંઘમ અગેઇનલૃના શૂટિંગના છે જેમાં તે પોલીસ-ઇન્સ્પેકટર શકિત શેટ્ટીનું પાત્ર ભજવી રહી છે. દીપિકા પ્રેગ્નન્ટ હોવા છતાં તે શૂટિંગ કરી રહી છે. તે ચાર મહિનાની પ્રેગ્નન્ટ છે અને તેનું હલકું બેબી બમ્પ દેખાઈ રહ્યું છે. તે થોડા દિવસ પહેલાં બેબીમૂન પર ગઈ હતી અને ત્યાંથી આવીને તેણે ફરી શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મના ગીતનું પણ શૂટિંગ કરવામાં આવશે અને એમાં પણ તે જોવા મળશે એવી ચર્ચા છે. આ ફિલ્મમાં અજય દેવગન, કરીના કપૂર ખાન, અક્ષયકુમાર, રણવીર સિંહ અને અર્જુન કપૂર પણ જોવા મળશે.

(9:51 am IST)