Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

હંસલ મહેતાએ પોતાની ફિલ્મ 'ફરાઝ'નું શૂટિંગ કર્યું પૂર્ણ

મુંબઈ: થોડા દિવસો પહેલા દિગ્દર્શક હંસલ મહેતાએ પોતાની આગામી ફિલ્મ 'ફરાઝ'ની જાહેરાત એક મોશન પોસ્ટર સાથે કરી હતી જેના દ્વારા તેણે ફિલ્મનો પ્લોટ જાહેર કર્યો હતો. 2016 માં બાંગ્લાદેશમાં થયેલા આતંકવાદી હુમલા પર આધારિત ફિલ્મનું શૂટિંગ હવે પૂરું થયું છે. ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત છે અને તેનું શૂટિંગ વર્ષે જૂનમાં શરૂ થયું છે. આખરે ફિલ્મનું શૂટિંગ હવે પૂરું થયું છે. ફરાઝ ફિલ્મ બાંગ્લાદેશના હોલી આર્ટિઝન કાફેમાં આતંકવાદી હુમલા પર આધારિત એક એક્શન થ્રીલર ફિલ્મ છે. હુમલાએ સમગ્ર બાંગ્લાદેશને હચમચાવી નાખ્યું હતું. ફિલ્મની વાર્તા એક રાતની છે જ્યારે 1 જુલાઈ 2016 ના રોજ ઢાકાના એક કેફેમાં 5 આતંકવાદીઓ દ્વારા લગભગ 50 લોકોને 12 કલાક માટે બાંધી રાખવામાં આવ્યા હતા.

(5:17 pm IST)