Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

આ પાત્ર મારા માટે ભેટ સમાનઃ નિમ્રત

અભિનેત્રી નિમ્રત કૌર આગામી ફિલ્મ દસવીંને કારણે ઉત્સાહી છે. તેણે આ ફિલ્મનું શુટીંગ પુરૂ કરી લીધું છે. આ ફિલ્મમાં તેની સાથે અભિષેક બચ્ચન અને યામી ગૌતમ પણ મુખ્ય ભુમિકામાં છે. દિનેશ વિજન નિર્મીત આ ફિલ્મનું નિર્દેશન નવોદિત નિર્દેશક તુષાર જલોટાએ કર્યુ છે. ફિલ્મની કહાની રિતેશ શાહે લખી છે. નિમ્રત કોૈરને આ ફિલ્મમાં બિમલા દેવી ચૌધરી ઉર્ફ બિમ્મોનો રોલ મળ્યો છે. તેણે પોતાના લૂક સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર મુકયો હતો અને લખ્યું હતું કે એકટરની જિંદગીમાં અનેક અવિસ્મરણીય પાત્રો હોય છે. એના માટે તમે એવા કેટલાય સ્થાનોનું નિરીક્ષણ કરતાં હોવ છો.  બિમલા દેવી ચૌધરી ઉર્ફ બિમ્મોનું પાત્ર મારા માટે એક ભેટ સમાન છે, જે હંમેશાં મારા દિલમાં ખુશખુશાલ, ઉત્સાહવર્ધક અને મજેદાર પાત્ર બની રહેવાનું છે. મને પૂરા ઉત્સાહ અને પે્રમથી સોંપવામાં આવેલા પાત્રને ભજવવામાં ખુબ મજા આવી ગઇ હતી. દસ મહિનાની શુટીંગની સફર કયારે ખતમ થઇ ગઇ એ ખબર જ ન પડી.

(10:16 am IST)