Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

દિવંગત સંગીતકાર ખૈયામના વિધવા જાણીતા પ્લેબેક સિંગર જગજીત કૌરનું નિધન

મુંબઇ,તા. ૧૬: દિવંગત સંગીતકાર મોહમ્મદ ઝહૂર ખય્યામના વિધવા જાણીતા પ્લેબેક સિંગર જગજીત કૌરનું રવિવારે સવારે નિધન થયું છે. તેમના એક સાથીએ આ માહિતી આપી છે. તે ૯૩ વર્ષના હતા. તેમના પ્રવકતા પ્રીતમ શર્માએ જણાવ્યું હતું કે, કોવિડ -૧૯ને જોતા કેટલાક લોકો સાથે જુહુ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

કૌરે પોતાની કારકિર્દીની શરૂઆત ૫૦ ના દાયકાની શરૂઆતમાં તલત મેહમુદ અને શ્યામા સ્ટારર 'પોસ્ટિ' (પંજાબી ભાષા) અને 'દિલ-એ-નાદાન' જેવી ફિલ્મોમાં ગીતો ગાઈને કરી હતી. તેમણે ૧૯૫૪ માં ખય્યામ સાથે લગ્ન કર્યા હતા.

તેમણે ૧૯૮૧ ના યાદગાર સાઉન્ડટ્રેક 'ઉમરાવ જાન' માં એક ગીત પણ ગાયું હતું, જે ખૈયમ દ્વારા રચિત હતું. ૨૦૧૬ માં કૌરે તેના પતિ-સંગીતકાર સાથે મળીને ભારતમાં ઉભરતા કલાકારો અને ટેકનિશિયનને ટેકો આપવા માટે ખૈયમ જગજીત કૌર કેપીજી ચેરીટેબલ ટ્રસ્ટની શરૂઆત કરી હતી. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંગીત દિગ્દર્શક ખય્યામને હાર્ટ એટેક આવ્યો હતો અને ૧૯ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ ૯૨ વર્ષની વયે તેમનું નિધન થયું હતું.

તેમના પતિ તથા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંગીત દિગ્દર્શક ખય્યામને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને ૧૯ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ ૯૨ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. આ દંપતીને એક પુત્ર પ્રદિપ ખૈયમ હતો, જેનું ૨૦૧૨ માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું.

(2:26 pm IST)