Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

કંગુવાથી સૂર્યાનો ફર્સ્ટ લુક રિલીઝ: ડબલ રોલમાં જોવા મળશે સૂર્યા

મુંબઈ: સુર્યાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની આગામી ફિલ્મ 'કંગુવા'ના પ્રથમ પોસ્ટરથી ચાહકોને ચોંકાવી દીધા છે. આ પોસ્ટરમાં અભિનેતા ડબલ રોલમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં, કલાકારોને ડબલ રોલમાં સામસામે ઉભા બતાવવામાં આવ્યા છે. ફિલ્મ નિર્માતાઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ફિલ્મમાં અભિનેતાનો એક રોલ આજથી 500 વર્ષ જૂનો હશે, જ્યારે તેનો બીજો રોલ આજના સમયનો હશે. અભિનેતા દ્વારા શેર કરાયેલ આ પોસ્ટરને અત્યાર સુધીમાં લાખો ચાહકો દ્વારા પસંદ કરવામાં આવ્યું છે. આ સાથે ચાહકો પણ તેને આ ફિલ્મ માટે અભિનંદન આપી રહ્યા છે. કોમેન્ટમાં એક યુઝરે અભિનેતાને આ ફિલ્મની રિલીઝ ડેટ વિશે પણ પૂછ્યું છે.

(6:05 pm IST)