Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

માતા અને પિતા સલીમ ખાનની પાસે રહેવાના લીધે સલમાન ખાન ગેલેક્‍સી એપાર્ટમેન્‍ટ છોડીને આલીશાન ઘરમાં રહેવા નથી ગયા

જો કે શાનદાર ફાર્મ હાઉસમાં તે પરિવાર સાથે રજાઓ માણી લે છે

મુંબઈ: સલમાન ખાનના ઘરની બહાર જ્યારથી ફાયરિંગ થયું છે ત્યારથી તેમનો પરિવાર ભયના ઓથાર હેઠળ છે. આ ગોળીબારી બાદ પરિવારના નજીકના મિત્રોએ જણાવ્યું હતું કે ભાઇજાનના પિતા આ ઘરને છોડીને ક્યાં જવા માંગતા નથી. જોકે આ વાત પહેલાં પણ ઘણી થઇ ગઇ છે. પરંતુ સલમાન ખાન પોતાના આ વન બેડરૂમ એપાર્ટમેન્ટને છોડીને ક્યાં શિફ્ટ થવા માંગતા નથી. એવામાં સવાલ ઉદભવે છે કે આખરે ભાઇજાન કરોડોના માલિક હોવાછતાં પણ આ ઘરમાં કેમ રહે છે અને તેને છોડીને બીજે ક્યાંય કેમ જતા નથી.

આ છે કારણ

સલમાન ખાનએ આ વાતનો ખુલાસો વર્ષ 2009 માં ફરાહ ખાનના ટીવી શો 'તેરે મેરે બીચ મેં' કર્યો હતો. આ શોમાં એક એપિસોડ દરમિયાન સલમાન્ને ફરાહે પૂછ્યું હતું કે તમે કરોડોની કમાણી કરો છો તો પણ એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં કેમ રહો છો. કારણ કે તેમના એપાર્ટમેન્ટની નીચે સલમા ખાન રહે છે. તેના જવાબમાં સલમાને કહ્યું હતું કે 'જ્યારે અમે મોટા થઇ રહ્યા હતા તો માતા-પિતા પાસે જઇને બાજુમાં સુઇ જતા હતા.'

નથી ગયા આલિશાન ઘરમાં

આ સાથે જ દબંગ ખાને જણાવ્યું કે 'માતા અને પિતા સલીમની પાસે રહેવાના લીધે ક્યારે ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડીને આલીશાન ઘરમાં નથી ગયા.'

અરબાઝ અને સોહેલ થઇ ગયા શિફ્ટ

જ્યાં એક તરફ સલમાન ખાન પોતાના પેરેન્ટ્સ સાથે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં જ રહે છે તો બીજી તરફ બાકી બંને પુત્રોએ પોતાના એડ્રેસ બદલી દીધા છે. અરબાઝ અને સોહેલ બંને બીજે ક્યાંક શિફ્ટ થઇ ગયા છે. ખાસ વાત એ છે કે જ્યાં સલમાન ખાન એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહે છે તો બીજી તરફ એક શાનદાર ફાર્મહાઉસ છે જ્યાં તે પોતાના પરિવાર સાથે રજાઓ માણતા રહે છે.

(5:12 pm IST)