Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

દીકરી માટે ૨૦૦ કરોડ દાવ પર લગાવશે શાહરૂખ?

મુંબઇ,તા. ૧૬: શાહરુખ ખાન તેની દીકરી સુહાના ખાન સાથેની ફિલ્‍મ માટે ૨૦૦ કરોડ રૂપિયા દાવ પર લગાવી રહ્યો છે. શાહરુખની છેલ્લે ‘ડંકી'આવી હતી અને હવે આગામી વર્ષમાં તેની સુજોય ઘોષ સાથેની ફિલ્‍મ આવવાની છે. આ ફિલ્‍મ દ્વારા તેની દીકરી થિયેટ્રિકલ એટલે કે થિયેટરમાં રિલીઝ થઈ રહેલી ફિલ્‍મમાં ડેબ્‍યુ કરી રહી છે. આ ફિલ્‍મનું નામ ‘કિંગ'રાખવામાં આવ્‍યું છે.

આ એક એમ્‍બિશિયસ એક્‍શન ફિલ્‍મ છે અને એનું પ્રી-પ્રોડક્‍શન કામ ચાલી રહ્યું છે. આ ફિલ્‍મના સ્‍ટન્‍ટ માટે ઇન્‍ટરનેશનલ સ્‍ટુડિયોને પસંદ કરવામાં આવ્‍યો છે અને એની ડિઝાઇન માટે શાહરુખે સિદ્ધાર્થ આનંદ પાસે મદદ માગી છે. આ ફિલ્‍મનું શૂટિંગ મે મહિનામાં શરૂ કરવામાં આવશે અને એ પાંચ મહિના સુધી ચાલશે. (૨૨.૫)

(9:52 am IST)