Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

કંગનાના ભરપુર વખાણ કરી રહી છે અંકિતા લોખંડે

ઝાંસીની રાણી મહારાણી લક્ષ્મીબાઇના જીવન પરથી બની રહેલી ફિલ્મ 'મણિકર્ણીકા' બની રહી છે. જેમાં કંગના રનોૈત મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં ટીવી પરદેથી બોલીવૂડમાં આવેલી અંકિતા લોખંડે પણ મહત્વના રોલમાં છે. સુશાંતસિંહ રાજપૂત સાથેના બ્રેકઅપ પછી અંકિતા હવે બોલીવૂડમાં આવી છે. બીજી તરફ સુશાંત લાંબા સમયથી બોલીવૂડમાં કામ કરી સફળ બની ગયો છે. અંકિતાએ કહ્યું હતું કે કંગના ખુબ જ મદદગાર અભિનેત્રી છે. તે સેટ પર રાણી લક્ષ્મીબાઇ રૂબરૂ હોય તેવી જ દેખાય છે. તે ખુબ મહેનતુ છે. બીજી રીતે કહુ તો તે આ ફિલ્મનો હીરો છે અને હું હિરોઇન છું. કંગના ખુદ મને લોન્ચ કરી રહી છે. કોઇને લોન્ચ કરવું મુશ્કેલ નથી, પણ તેને યોગ્ય પ્લેટફોર્મ આપવું તે સારી બાબત છે.

(9:34 am IST)