Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

શાહિદની એકશન થ્રિલરનું આવતા વર્ષે શુટીંગ

શાહિદ કપૂર પણ બીજા સ્ટાર્સની જેમ ઓટીટી પ્લેટફોર્મ  પર એન્ટ્રી કરી રહ્યાની વાત જાણીતી છે. તેની આ ફિલ્મનું શુટીંગ આવતા વર્ષે શરૂ થશે. અજય દેવગણ, રિતીક રોશન ઓટીટી પ્લેટફોર્મ પર એન્ટ્રી કરવા તૈ્યારીમાં છે. તેમાં હવે શાહિદ પણ સામેલ થયો છે. તેણે નેટફિલકસ સાથેની એકશન-થ્રિલર ફિલ્મ સાઇન કરી લીધી છે.  ફિલ્મનું નામ જો કે હજુ નક્કી થયું નથી. વર્ષ ૧૯૮૮માં માલદિવના ટાપુઓમાં બસ્સો આતંકવાદીઓના જુથ દ્વારા કરાયેલા બળવાને રોકવા ભારત સરકારે શરૂ કરેલા ઓપરેશન કેકટસને પગલે મદદ કરવામાં આવી હતી.

તેના પર શાહિદની આ ફિલ્મ આધારીત છે. શાહિદ ફિલ્મમાં બ્રિગેડિયર ફારૂખ બુલસરાનો રોલ નિભાવશે. કમિને, હૈદર, રંગૂન સહિતની ફિલ્મો બનાવનારા વિશાલ ભારદ્વાજના સહાયક આદિત્ય નિલાંબકર આ ફિલ્મનું નિર્દેશન કરશે. શાહિદની આ ફિલ્મનું આવતા વર્ષના મધ્યમાં શુટીંગ શરૂ થઇ જશે. એ પહેલા તે જર્સીની રિમેકનું કામ પુરૂ કરશે.

(10:03 am IST)