Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

મલાઇકા અરોરાએ ખોલ્યું ફિટનેસનું રહસ્ય સાંજે સાત વાગ્યા પછી કંઇ ખાતી નથી

૪૭ વર્ષની ઉંમરે આજે પણ મલાઇકા લાખો-કરોડો મહિલાઓ માટે ફિટનેસ ઇન્સ્પિરેશન છે : મલાઇકા યોગ અને વર્કઆઉટ સાથે એના ડાયેટ પ્લાનને સ્ટ્રોન્ગલી ફોલો કરે છે : દિનચર્યામાં ૧૬થી૧૮ કલાકના રોજના ઉપવાસ કરે છે

મુંબઇ,તા.૧૫: : બોલીવુડની અભિનેત્રી મલાઇકા અરોરા ઇન્ડસ્ટ્રીની 'ફિટેસ્ટ' સેલિબ્સમાંથી એક છે. ૪૭ વર્ષની ઉંમરે આજે પણ મલાઇકા લાખો-કરોડો મહિલાઓ માટે ફિટનેસ ઇન્સ્પિરેશન છે. જોકે મલાઇકા તેની ફિગર માટે ખૂબ જ મહેનત કરે છે. મલાઇકા માત્ર યોગ કરીને પરસેવો નથી પાડતી પરંતુ તે હેલ્થી ડાયેટને પણ અનુસરે છે. આટલી મહેનત પછી પણ મલાઇકા એના ટાઇમ ટેબલને લઇને ખૂબ જ ગંભીર છે. જે એના ડેઇલી રુટિનમાં આવે છે.

આ વિશે જણાવતાં મલાઇકા કહે છે કે, મારુ રુટિન એકદમ ઉપવાસની જેમ છે. હું સવારે કંઇ જ ખાતી નથી, કારણ કે આગળની સાંજ ૭દ્મક ૭.૩૦ વાગ્યાની વચ્ચે મારુ છેલ્લુ ભોજન હોય છે. આ રીતે હું ૧૬થી૧૬ કલાકનો રોજ ઉપવાસ કરું છું.

પોતાની બેસ્ટ ફિગર માટે મલાઇકા દિવસની શરુઆત ખૂબ સારા લિકિવડ ફૂડ સાથે કરે છે. જેમાં મોટેભાગે નવસેકુ પાણી, દ્યી કે નારિયેળ પાણી સામેલ કરે છે. મલાઇકાનું કહેવુ છે કે લિકિવડ ફૂડમાં કંઇ પણ હોઇ શકે છે જે તમને પસંદ હોય જેમ મકે સાદુ પાણી, જીરાવાળુ પાણી કે લીબું પાણી. હું આ સવારે કરું છું અને અખરોટની સાથે અન્ય નટ્સથી ઉપવાસ તોડૂ છું.

દિનચર્ચા દરમિયાન મલાઇકા બપોર ભરપેટ આહાર લે છે. જેમાં કાર્બ અને ફેટ સામેલ હોય છે. સાંજના સમયે હેલ્થી નાસ્તો અને ૭ વાગ્યા સુધી ડિનર કરી લે છે.

પોતાના ડિનરને લઇને મલાઇકા અરોરા ખૂબ જ ધ્યાન રાખે છે. જોકે આ વિશે મલાઇકા કહે છે કે તે ડિનરમાં બધુ જ થોડુ-થોડુ લે છે જેમાં શાકભાજી અથવા મીટ ખાતા હોય તો મીટ અને ઇંડા કે દાળ. મલાઇકા ડિનરમાં સામેલ તમામ આહારને થોડો થોડો લે છે જેનાથી એક સંપૂર્ણ આહાર બની શકે. જોકે મલાઇકા એમ પણ કહે છે કે સાંજે ૭ પછી તે કયારેય ખાતી નથી.

પોતાની ફિટનેસ અને વર્કઆઉટ માટે જાણીતી મલાઇકા અરોરા મોટેભાગે દ્યરે બનાવેલું ભોજન જ લે છે. તે હમેશાં બહારનું જમવાનું ટાળે છે.

(10:08 am IST)