Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

અભિષેક બચ્ચને પોતાનો એક જૂનો એપાર્ટમેન્ટ 45.75 કરોડમાં વેચી દીધો

આ ઘર ઓબેરોય 360 માં 37 મા માળે હતું: 2014 માં અભિષેક બચ્ચને 41 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.

મુંબઈ : એક હેવાલ મુજબ બૉલીવુડ અભિનેતા અભિષેક બચ્ચને પોતાનો એક જૂનો એપાર્ટમેન્ટ 45.75 કરોડમાં વેચી દીધો છે. અભિષેક અને તેના પરિવારનો કોઈ સભ્ય આ એપાર્ટમેન્ટમાં રહેતા ન હતા. અભિનેતા તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે જલસામાં રહે છે, જે મુંબઈમાં બચ્ચન પરિવારનું ઘર છે.

 અભિષેક બચ્ચનનું આ ઘર ઓબેરોય 360 માં 37 મા માળે હતું. એટલું જ નહીં આ ઘર 2014 માં અભિષેક બચ્ચને 41 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. ખાસ વાત એ છે કે, આ બિલ્ડિંગમાં અક્ષય કુમાર અને શાહિદ કપૂરના પણ એપાર્ટમેન્ટ છે.

(12:56 pm IST)