Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

વધુ એક મોટી ફિલ્મ મેળવી લીધી સારાએ

અભિનેત્રી સારા અલી ખાને ફિલ્મો ભલે ઓછી કરી હોય પણ તેની નામના ખુબ મોટી થઇ ગઇ છે. તેના લાખો ચાહકો ઉભા થઇ ગયા છે. સોશિયલ મિડીયામાં સતત સક્રિય રહેતી સારાને મોટી મોટી ફિલ્મો મળવા માંડી છે. તેણે પોતાના કામમાં દાખવેલી નૈતિકતા અન અભિનય પ્રતિભાથી આનંદ એલ રાય પણ પ્રભાવિત થયા છે. આનંદ સાથેની અતરંગી રે નું શુટીંગ તાજેતરમાં સારાએ પુરૂ કર્યુ છે. જેમાં તેની સાથે અક્ષય કુમાર અને ધનુષ પણ છે. અતરંગી રેનું શૂટિંગ પૂર્ણ થયા બાદ સારાએ ફિલ્મના કલાકારો અને ક્રુ મેમ્બર માટે લાગણીસભર પોસ્ટ મુકી હતી. સારાને આનંદની વધુ એક ફિલ્મ પણ મળી ગઇ છે. આ ફિલ્મનું નામ નખરેવાલી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા વિકી કૌશલના ભાઇ સની કૌશલ ભજવી શકે છે. ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાય નહિ પણ રાહુલ સાંકલ્યા કરશે.  સારા વિક્કી કૌશલ સાથે ધી ઇમોર્ટલ અશ્વસ્થામામાં પણ જોવા મળવાની છે.

(10:04 am IST)