Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

અમિતાભ બચ્ચન બન્યા કિસાન ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર

કંપનીની વિવિધ પ્રોડકટનો કરશે પ્રચાર

મુંબઇ તા. ૧૩ : કિસાન મોલ્ડીંગ્સ લિ. પોતાના કિસાન ગ્રૂપ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સુપરસ્ટાર શ્રી અમિતાભ બચ્ચન ની નિયુકિત નું એલાન કર્યું છે. કિસાન ગ્રૂપ ના ઉત્પાદન પોર્ટફોલિયોમાં પ્લમ્બિંગ અને કૃષિ પાઈપ અને ફીટીંગ્સ, મોલ્ડેડ ફર્નિચર, માઇક્રો-સિંચાઇ સિસ્ટમ, પાણીના ટાંકીઓ માટે એડહેસિવ્સ અને સોલવન્ટસ પણ સામેલ છે. શ્રી અમિતાભ બચ્ચન સાથે સંકળાઈ ને કંપની ને આશા છે કે બ્રાન્ડ બિલ્ડિંગમાં અસાધારણ ઉછાળાથી માર્કેટિંગને પ્રોત્સાહન મળશે અને સમગ્ર ભારતમાં કંપનીના વિવિધ ઉત્પાદનોની ભૌગોલિક પહોંચ માં વધારો થશે.

કિસાન મોલ્ડિંગ્સ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાઈરેકટર શ્રી સંજીવ અગરવાલ નું આ નિયુકિત વિષે કહેવું છે કે 'અમને ખુબજ આનંદ છે શ્રી અમિતાભ બચ્ચનને અમારા ગ્રુપના બ્રેન્ડ એમ્બેસેડર બનાવી ને. તેમનો તેજસ્વી વ્યકિતત્વ અને ભારતમાં તેમના પ્રભાવના કારણે તેઓ અમારા બ્રેન્ડ કિસાન મોલ્ડિંગ્સ અને કે.એમ.એલ. કલાસિક માટે આદર્શ છે. શ્રી અમિતાભ બચ્ચન ને સાથી જોડી ને કંપની પોતા ના બ્રેન્ડ ને ઉચ્ચ સ્તર સુધી લઇ જવા ની નિષ્ઠા ધરાવે છે, જે થી તેઓ સમગ્ર દેશમાં બજારોની જરૂરિયાતો અને ગ્રાહકો ની પસંદગી નું સંબોધન કરી શકશે.'

કિસાન મોલ્ડિંગ્સ ના ડાઈરેકટર રિશવ અગરવાલએ વધુ ઉમેર્યું કે 'હું ખુબ પ્રસન્ન છું કે કંપનીએ શ્રી અમિતાભ બચ્ચનને બ્રેન્ડ એમ્બેસેડર નિયુકત કર્યા છે. મને આશા છે કે તેમનો આ સાથ થકી અમે દેશભરના અમારા ગ્રાહકો સાથે વધુ સારી રીતે પહુંચી શકશું. અમે એવું માનીયે છીએ કે શ્રી અમિતાભ બચ્ચનનું અમારા ઉત્પાદનોના સમર્થન ને લીધે સામાન્ય લોકો સાથે અમારું જોડાણ મજબૂત થશે અને અમારા ઉપભોકતાઓ ને અમારા ઉત્પાદનો ખરીદવા માટે એક સારું મહત્વ મળશે જે થી અમારો બ્રેન્ડ આગામી વર્ષો માં ખુબ જાણીતો થશે.'

(12:34 pm IST)