Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

બીજી પંજાબી ફિલ્મ કરી રહી છે કવિતા કૌશિક

ટીવી પરદે ચંદ્રમુખી ચૌટાલા તરીકે ઓળખાતી અભિનેત્રી કવિતા કૌશિક પતિ રોનિત બિશ્વાસ સાથે રજા ગાળીને પરત આવી ગઇ છે. રાજસ્થાન તરફ તે પતિ સાથે ફરવા ગઇ હતી. ત્યાંથી આવીને તે ફરીથી કામે વળગી ગઇ છે. તે જાણીતા પંજાબી ગાયક-અભિનેતા ગુરદાસ માને સાથે પંજાબી ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મમાં ગુરદાસ અને કવિતા રોમાન્સ કરતાં જોવા મળશે. કવિતાની આ બીજી પંજાબી ફિલ્મ છે. આ પહેલા તેણે નનકાના નામની ફિલ્મમાં કામ કર્યુ હતું. કવિતાએ સોશિયલ મિડીયા પર આ ફિલ્મ વિશે લખ્યું હતું કે-અનોખા પરેમની અનોખી કહાની. આ ફિલ્મનું નિર્દેશન ગુરદાસ માનની પત્નિ મંજીત માન કરશે. ફિલ્મ ૧૩મી એપ્રિલીના રિલીઝ થશે. ફિલ્મ કરતી કવિતા ટીવી પરદે પણ સાવધાન ઇન્ડિયામાં હોસ્ટ તરીકે કામ કરી રહી છે.

(8:46 am IST)