Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

એન્જિનિયરીંગ કર્યા પછી અભિનયમાં આવી હતી સાક્ષી

સુપરહિટ ફિલ્મ સોનુ કે ટીટૂ કી સ્વીટીમાં એક એક ગીત બમ ડીગી ડીગી બમ...થકી દર્શકોમાં અલગ જ ઓળખ ઉભી કરી ચુકેલી સાક્ષી મલિક સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહે છે. અવાર-નવાર હોટ તસ્વીરો અને વિડીયોથી ચાહકોના દિલોની ધડકન વધારતી રહે છે. તાજેતરમાં તેણે ફરીથી આવી તસ્વીરો પોસ્ટ કરી હતી. તેના બોલ્ડ લૂકને કારણે સોશિયલ મિડીયા પર સનસની મચી ગઇ હતી. આરપાર દેખાય તેવા તેના ડ્રેસમાં તે ખુબ જ હોટ દેખાઇ રહી હતી. સાક્ષી ભારતીય મોડેલ છે. તે તેના ફિગરને કારણે પણ જાણીતી છે. સાક્ષી અનેક બ્રાન્ડની એમ્બેસેડર રહી ચુકી છે. દિલ્હીમાં એન્જીનિયરીંગ પુરૂ કર્યા પછી સાક્ષીને મોડેલિંગમાં રસ જાગ્યો હતો અને એ પછી તે અભિનયના ફિલ્ડમાં એન્ટ્રી કરવા મુંબઇ આવી હતી. અહિ પ્રારંભે પંજાબી આલ્બમ સોંગ કુડીએ સ્નેપચૈટ વાલિએમાં કામ કર્યુ હતું.

(9:53 am IST)