Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

ડેવિલ ઇઝ બૈક... સફળ સર્જરી

અભિનેતા પ્રકાશ રાજે હોસ્પિટલમાંથી શેર કરી તસ્વીર

હૈદ્રાબાદ તા. ૧૩ : સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રી અને બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજે મંગળવારે એટલે કે ૧૦ ઓગસ્ટના રોજ એક દુર્ઘટનાનો શિકાર થયા હતા. આ અકસ્માતમાં તેના હાથમાં ફ્રેકચર થઈ ગયુ હતું. જે બાદ તેઓ સર્જરી માટે હૈદરાબાદની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. હાલમાં જ પ્રકાશ રાજે પોતાના સત્ત્।ા સો. મીડિયા અકાઉન્ટ પર હોસ્પિટલમાં એક તસ્વીર શેર કરી છે.

સાથે જ તેમણે જણાવ્યુ છે કે, તેમના હાથની સર્જરી સફળ રહી છે. તસ્વીર શેર કરતા તેમણે લખ્યુ છે ડેવિલ ઈઝ બૈક... સફળ સર્જરી. ધન્યવાદ પ્રિય મિત્ર ડો. ગુરૂવા રેડ્ડી અને આપ સૌનો પ્રેમ અને પ્રાર્થના માટે આભાર. ટૂંક સમયમાં જ એકશનમાં વાપસી થશે.

આ તસ્વીરમાં અભિનેતા હોસ્પિટલમાં બેડ પર સુતેલી હાલતમાં છે. ખભા પર પટ્ટી બાંધેલી છે અને હાથમાં ફ્રેકચરના કારણે પાટા લગાવેલો છે. ફોટોમાં પ્રકાશ રાજ સ્માઈલ આપતા દેખાય છે. અગાઉ પ્રકાશ રાજે જણાવ્યુ હતું કે, પડી જવાના કારણે તેમના હાથમાં ફ્રેકચર થયુ છે અને સારવાર માટે હૈદરાબાદમાં જઈ રહ્યા છે.

(11:36 am IST)