Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

'મુહોબ્બત મે મિલી બેવફાઈ' કુમકુમ્ ફિલ્મ ચેનલ દ્વારા જાણીતા વિડિયો સિંગર દીપશિખા ચૌધરીના દર્દભર્યા ગીતનું લોન્ચિંગ

રાજકોટ તા. ૧૨, યુટયુબ પર જેના ગીતો ધૂમ મચાવી રહ્યા છે તેવા ટુંક સમયમાં   માત્ર યુવા પેઢી જ નહિ તમામ જનરેશનમા ભારે લોકપ્રિયતા હાંસલ કરનાર જાણીતા વિડિયો સિંગર દીપ શિખા અજય કુમાર ચૌધરીના બેહદ સુરીલા અને દર્દભર્યાં ગીતનું આજે કુમ્ કુમ ફિલ્મ ચેનલ દ્વારા લોંચ થયું હતું. 

  દીપ શીખાજીના કંઠના પ્રસંશકો લાંબા સમયથી તેમના સુરીલા અને દર્દીલા કંઠની આતુરતાથી વાટ જોઇ રહ્યા હતા તેનો આથી અંત આવ્યો છે. ગીતના બોલ છે. 'મુહોબ્બત મે મિલી બેવફાઈ'

 અત્રે યાદ રહે કે ગત સ્વાતંત્ર પર્વ પર કોરોના વોરિયર્સને બિરદાવતો અને તેમને પ્રેરણા આપતું અદભૂત વિડિયો સોંગ જીત જાયે ગે હમ દ્વારા ધૂમ મચી હતી અને ખૂબ લાઈક થયેલ, થોડો સમય અગાઉ પણ રાજકોટમાં જ તેમના નવા આલ્બમનું  પોસ્ટર લોન્ચિંગ કાર્યક્રમ રાખવામાં આવેલ. અત્રે યાદ રહે કે દીપ શીખાજીના પતિ અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર પણ વિશ્વ લેવલના ચિત્રકાર છે,અને બન્ને ખૂબ સરળ અને ઉમદા સ્વભાવના કારણે મોટો શુભેચ્છક વર્ગ ધરાવે છે.

(11:35 am IST)