Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી પણ છે

અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશમી સ્ટારર ફિલ્મ 'ચેહરે' ૨૭ ઓગસ્ટના રોજ રિલીઝ થશે

મુંબઇ,તા.૧૩: અમિતાભ બચ્ચન ઈમરાન હાશમી અને રિયા ચક્રવર્તી ની ફિલ્મ 'ચેહરે' ફિલ્મ પણ હવે  થિએટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. રુમી જાફરીના ડિરેકશનમાં બનેલી આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ ૨૭ ઓગસ્ટના રોજ સિનેમાદ્યરોમાં રિલીઝ થશે.  અમિતાભ બચ્ચને એક વીડિયો શેર કરી નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે.

ગુરુવારે સોશિયલ મીડિયા પર ડાયલોગ પ્રોમો શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, 'સાવધાન! તમને પહેલેથી જ ચેતવણી આપવામાં આવી હતી! રમતનો સામનો કરવા માટે તૈયાર રહો, કારણ કે તમને પણ દોષી ઠેરવી શકાય છે. શ્નચેહરેશ્ન તમારી નજીકના સિનેમાદ્યરોમાં ૨૭ મી ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.'

ઇમરાન હાશ્મીએ પણ આ જ શૈલીમાં ડાયલોગ પ્રોમો ટ્વિટ કર્યો છે. 'ચેહરે' અગાઉ વર્ષ ૨૦૨૦ માં જ રિલીઝ થવાની હતી. પરંતુ કોરોનાના વધતા જતા કેસોને જોતા નિર્માતાઓએ તેની રિલીઝ મુલતવી રાખી હતી. ત્યારબાદ આ વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ લોકડાઉનને કારણે દેશભરના થિયેટરો બંધ હતા. હવે જયારે દિલ્હી, મધ્યપ્રદેશ સહિત દેશના દ્યણા રાજયોમાં ૫૦ ટકા ક્ષમતા સાથે થિયેટરો ફરી ખોલવામાં આવ્યા છે, ત્યારે તેને રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મનું રોમાંચક ટ્રેલર પહેલાથી જ ચર્ચામાં રહ્યું છે.

અક્ષય કુમારની 'બેલ બોટમ' પછી આ બીજી મોટી હિન્દી ફિલ્મ છે, જે હવે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. 'ચેહરે'નું ટ્રેલર આ વર્ષે માર્ચમાં રિલીઝ થયું હતું. આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી પણ છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ રિયા પ્રથમ વખત પડદા પર જોવા મળશે. ટ્રેલરમાં રિયા ચક્રવર્તીની એક ઝલક પણ જોવા મળી રહી છે. આ ફિલ્મ અગાઉ ૯ એપ્રિલે રિલીઝ થવાની હતી. પરંતુ કોરોનાને કારણે ત્યારે રિલીઝ ન થઈ શકી અને હવા ૨૭ ઓગસ્ટના રોજ આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે.

(10:07 am IST)