Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

આ કામ મને કાયમ યાદ રહેશેઃ કરણ

બોલીવૂડના માચોમેન સની દેઓલે પોતાની એકશન ઇમેજથી બોલીવૂડમાં અલગ જ ઓળખ ઉભી કરી હતી. તેણે અનેક સુપરડુપર હિટ ફિલ્મો આપી છે. કારકિર્દીની શરૂઆત રોમાન્ટીક ફિલ્મથી કરનાર સની દેઓલને એ પછીથી દર્શકોને એકશન ફિલ્મોમાં ખુબ જ પસંદ કર્યો છે. આવી ફિલ્મો જ તેની ઓળખ બની ગઇ છે. સની દેઓલે પોતાના પુત્ર કરણ દેઓલને પણ બોલીવૂડમાં ધૂમધડાકા સાથે રોમાન્ટીક ફિલ્મથી લોન્ચ કર્યો હતો. પણ કરણની આ પહેલી ફિલ્મ તેને સફળ અભિનેતાની છાપ આપી શકી નહોતી. કરણ નિષ્ફળતાને પાછળ મુકી આગળ વધી ગયો છે. હવે તે કાકા અભય દેઓલ સાથેની એક ફિલ્મ 'વેલે'માં કામ કરી રહ્યો છે. ફિલ્મનું નિર્માણા અજય દેવગન કરે છે અને દેવેન મુંજલ તેનું નિર્દેશન કરશે. તેલુગુ ક્રાઇમ કૉમેડીની આ હિન્દી રીમેક છે. કરણે કહ્યું હતું કે ચાચાએ મને સતત સહકાર આપયો છે. હું તેનો આભારી છું. મને તેની પાસેથી સતત પ્રેરણા મળતી રહે છે. તેની સાથે આ ફિલ્મમાં કરેલુ કામ મને કાયમ યાદ રહેશે.

(10:07 am IST)