Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

ત્રીસ વર્ષથી હું તેમને ઓળખુ છું: સાક્ષી

ટીવી પરદેથી ફિલ્મી પરદે પહોંચી ગયેલી કહાની ઘર ઘર કી ફેઇમ પાર્વતી એટલે કે સાક્ષી તન્વર હવે મનોજ બાજપાયી સાથે ફિલ્હ ડાયલ હન્ડ્રેડમાં ખાસ ભુમિકામાં નિભાવી રહી છે. સાક્ષીએ કહ્યું હતું કે આ ફિલ્મમાં કામ કરતી વખતે મને કોલેજના દિવસો યાદ આવી ગયા હતાં. હું અને મનોજ એક બીજાને કોલેજકાળથી ઓળખીએ છીએ. મનોજ સાથે કામ કરવું એ મારા માટે ખુબ જ ખાસ અને લાગણીશીલ કરી દે તેવી પળ હતી.  હું દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાં હતી જ્યાં અમે નાટકમાં કામ કરી રહ્યાં હતાં તેનું નિર્દેશન મનોજે કર્યુ હતું.  આ ત્રીસ વર્ષ પહેલાની વાત છે, ત્યારે હું વિદ્યાર્થીની હતી. એ પછી તેઓ મુંબઇ જતાં રહ્યા હતા. હું ત્યારથી તેને ઓળખુ છું. હું પણ લાંબા સમયથી મુંબઇમાં છું. પરંતુ કોઇ દિવસ શાંતિથી તેને મળી શકી નહોતી. હવે તેની સાથે ફિલ્મ મળતાં કોલેજના દિવસો મને યાદ આવી ગયા હતાં. મનોજે એ વખતે નાટક ડિરેકટ કરેલું તે વાત મેં જ તેમને યાદ કરાવી હતી.

(10:07 am IST)