Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

હું એ તરફ ધ્યાન આપતી નથીઃ શાલિની

અભિનેત્રી શાલિની પાન્ડે તેની ફિલ્મ જયેશભાઇ જોરદાર રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઇ રહી છે. આ ફિલ્મમાં તેની જોડી રણવીર સિંહ સાથે છે. શાલિનીએ આ ફિલ્મ માટે પોતાનું વજન પણ ઘટાડ્યું છે.'અર્જુન રેડ્ડી' દ્વારા તે ખુબ  જાણીતી થઇ હતી. શાલિની કહે છે ફિલ્મ માટે ચોક્કસ બોડી હોવી જોઇએ એ માટેનું તેણે ક્યારેય દબાણ અનુભવ્યું નથી. મારી બોડીને લઇને હું એકદમ વિશ્વાસુ છું અને લોકો એ વિશે શું કહે છે એ તરફ મેં કદી પણ ધ્યાન નથી આપ્યું. હું ફિઝિકલી જે ફેઝમાં હોઉં એ મને પસંદ હોય છે. મને લાગે છે કે ચોક્કસ બોડી ટાઇપ માટે મહિલાઓ ઘણી વાર પ્રેશરમાં આવે છે એ યોગ્ય નથી. આથી મેં જે વજન ઘટાડ્યું છે એને હું મારા ટ્રાન્સફોર્મેશન તરીકે નથી જોતી. હું આ ફિલ્મમાં પરદા પર કેવી રીતે દેખાવા માગું છું એ માટેની જ્ઞાન મેં મેળવી લીધું છે. હું પાંચમા ધોરણથી સ્વિમિંગ, બેડિમિન્ટન અને વોલીબોલ જેવી ઘણી રમતો રમતી રહી છું.  આથી હું પહેલેથી જ ફિટનેસ પ્રત્યે સજાગ છું. જયેશભાઇ જોરદાર ફિલ્મ માટે મેં જે વજન ઘટાડ્યું છે.

(10:06 am IST)