Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ઇશા દેઓલે હેમામાલિનીની તબિયત ખરાબ હોવાની વાતને અફવા ગણાવી

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી એશા દેઓલે તેની માતા અને અભિનેત્રી હેમા માલિનીના સ્વાસ્થ્ય અંગેની અફવાઓને નકારી કાઢી કહ્યું છે કે તે 'ફીટ અને બરાબર' છે. ઇન્ટરનેટ પર હેમા માલિનીની તબિયત લથડતા હોવાના અનેક અહેવાલો પછી ઇશાએ ટ્વિટર પર એક ખુલાસો રજૂ કર્યો હતો.ઇશાએ રવિવારે સવારે બનાવેલી પોસ્ટમાં લખ્યું, "મારી માતા હેમામાલિની એકદમ ફિટ અને બરાબર છે. તેમના સ્વાસ્થ્ય વિશે ચાલી રહેલા સમાચારો એકદમ ખોટા છે, તેથી આવી અફવાઓ પર પ્રતિક્રિયા આપશો નહીં! તમારા પ્રેમ માટે તમારો આભાર."

(5:16 pm IST)