News of Saturday, 13th January 2018

રિન્કુભાભી સાથે અક્ષયકમારે શેનું શૂટિંગ કર્યુ ?

અક્ષયકુમારે હાલમાં જ ડોકટર મશહૂર ગુલાટી અને રિન્કુભાભી એટલે કે સુનીલ ગ્રોવર સાથે એક સ્પેશ્યલ શોનું શૂટિંગ કર્યુ છે. સોની ટીવી માટે કરેલા આ શોનું નામ 'સ્પેશ્યલ નાઇટ વિથ પેડમેન'આપવામાં આવ્યું છે જેને રવિવારે રજૂ કરવામાં આવશે. અગાઉ ફકત સલમાન ખાન માટે આવો શો 'સ્પેશ્યલ નાઇટ વિથ ટયુબલાઇટ' કરવામાં આવ્યો હતો. કપિલ શર્મા સાથેના ઝઘડા બાદ સુનીલ ગ્રોવરે 'ધ કપિલ શર્મા શો' છોડી દીધો હતો. ત્યાર બાદ તેણે સલમાન માટે અને હવે અક્ષયકુમાર માટે શો કર્યો છે.

(1:32 pm IST)
  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • પૂર્વીય અમેરિકામાં રાતોરાત તાપમાન આવ્યું નીચે : લોકો ત્રાહિમામ : જબરદસ્ત ઠંડી ફરી એકવાર પડવાના એંધાણ : તળાવોમાં એકાએક માંડ્યો બરફ જામવા : લોકોને સાવચેત રેહવા તંત્રે કરી અપીલ access_time 12:44 am IST

  • મુંબઈમાં સવારે થયેલ ઓએનજીસી હેલિકોપ્ટર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે : કુલ 7 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા access_time 7:38 pm IST