Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

નેહા ફરીથી અંજલી ભાભીના પાત્ર માટે તૈયાર હતી પણ...

લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં બાર વર્ષથી અંજલી ભાભીનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી નેહા મહેતાએ આ શો છોડી દીધો છે અને તેની જગ્યાએ સુનયના ફોૈજદારે કામ સંભાળી લીધું છે. નેહાએ આ શો શા માટે છોડી દીધો તે અંગે કોઇ સ્પષ્ટ કારણો સામે આવ્યા નથી. નિર્માતાએ કહ્યું હતું કે અંજલી ભાભીના પાત્ર માટે નેહા શોમાં પરત આવવા માંગતી હતી. પરંતુ ત્યાં સુધીમાં તેની જગ્યાએ નવી અભિનેત્રી સુનયના ફોૈજદારને સાઇન કરી લેવામાં આવી હતી. તે સારું કામ કરી રહી છે. એક વખત કાસ્ટીંગ થઇ ગયા પછી કોઇને હટાવવાનું કામ શકય નથી. જો કોઇ આ શોનો ભાગ બનવા ઇચ્છતું ન હોય તો અમે કંઇ કરી શકીએ નહિ. આસિતકુમાર મોદીએ કહ્યું હતું કે અમે દસમી જુલાઇએ શોનું શુટીંગ શરૂ કર્યુ હતું. નેહાએ અમને એપ્રિલ કે મે મહિનામાં લેટર મોકલ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે હવે આ શો કન્ટીન્યુ રાખવો મુશ્કેલ થશે. અમે તેનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ એ પછી નેહાનો જવાબ આવ્યો નહોતો.

(10:14 am IST)
  • શનિવારે અમદાવાદ આવતા ગૃહપ્રધાન અમિતભાઈ શાહ : કોરોના મહામારી ફેલાયાના સાત મહિના પછી અને કોરોના મહામારીમાં કોરોનાનો ભોગ બન્યા બાદ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ શનિવારે અમદાવાદ આવી રહ્યા છે : મળતી વિગતો મુજબ નવરાત્રીના બીજા દિવસે પરીવાર સાથે તેઓ માણસા જશે અને તેમના કુળદેવી બહુચર માતાના દર્શન અને પૂજા કરશે (નવગુજરાત સમય) access_time 5:00 pm IST

  • મોદી સરકારની કર્મચારીઓને દિવાળી ગિફ્ટ : 10 હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ અપાશે : LTC માટે ટિકિટ લેવા રોકડા રૂપિયા ચુકવશે : કોવિદ -19 ના સંજોગોમાં બજારમાં માંગ વધારવાનો હેતુ : પત્રકાર પરિષદમાં ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સિતારમણની ઘોષણાં access_time 1:47 pm IST

  • બિહારમાં ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદીમાં ' મોદી ' પછી બીજા ક્રમે ' યોગી ' : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પછી યોગી દરેક રાજ્યમાં યોજાતી ચૂંટણીઓમાં પ્રચાર કરવા માટે સક્રિય રહ્યા છે : ટૂંક સમયમાં સ્ટાર પ્રચારકો માટે ચૂંટણી પ્રચારમાં જવાની તારીખો નક્કી થઇ જશે access_time 1:58 pm IST