Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

નવેમ્બરમાં ફરી આવશે કાશીપુરવાલે બાબા નિરાલા

બોલીવૂડ અભિનેતા બોબી દેઓલને વેબ સિરીઝ આશ્રમ ખુબ ફળી છે. તેનો અભિનય બધાએ ખુબ વખાણ્યો છે. વળી આ સિરીઝને સોૈથી વધુ લોકોએ પણ જોઇ લીધી છે. એમએકસ પ્લેયરની સિરીઝ આશ્રમમાં કાશીપુરવાલે બાબા નિરાલા બનીને બોબીએ બધાને ચોંકાવી દીધા હતાં. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશીત આ સિરીઝની બીજી સિઝન આવતા વર્ષે માર્ચમાં રિલીઝ થવાની હતી. પરંતુ હવે આ વર્ષના અંતમાં જ રિલીઝ થઇ જાય તેવી શકયતા છે. નવેમ્બર મહિનામાં બીજો ભાગ રિલીઝ થઇ જાય તેમ સમજાય છે. પ્રકાશ ઝાએ અયોધ્યામાં સતત ત્રણ મહિના આ સિરીઝનું શુટીંગ કર્યુ હતું. બે ભાગમાં રિલીઝ કરવાનું ત્યારે જ નક્કી હતું. બીજા ભાગનું કામ હાલ પોસ્ટ પ્રોડકશનમાં છે. જે જલ્દી પુરૂ થતાં જ રિલીઝની તારીખ જાહેર કરી દેવામાં આવશે.  આશ્રમ સિરીઝને માત્ર એક મહિનામાં જ ૩૨૦ મિલિયનથી વધુ વ્યુઝ મળ્યાનો દાવો કરાયો છે. લોકોને ખુબ ગમેલી આ સિરીઝનો બીજા ભાગની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. 

(10:14 am IST)