Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

મુમતાઝના ફેમસ ગીત જય જય શિવશંકર પર થનગનતી જોવા મળશે પ્રીતિ ઝિન્ટા

મુંબઇ તા ૧૨ : સની દેઓલ સાથે પ્રીતિ ઝિન્ટાની આગામી ફિલ્મ ''ભૈયાજી સુપરહિટ'' ટુંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વીતેેલા જમાનાની અભિનેત્રી મુમતાઝના એક લોકપ્રિય ગીત '' જય જય શીવશંકર '' નો સમાવે

શ કરવામાં આવશે. આ ગીત પર પ્રતિ ઝિન્ટા થનગનતી જોવા મળવાની છે. આ ગીત મુમતાઝને સમર્પિત કરવાના ઉદેશ સાથે પ્રીતિએ અથાક મહેનત પણ કરી છે. આ વિશે પ્રીતિ ઝિન્ટાએ કહ્યું હતું કે 'ફિલ્મમેકર્સ હંમેશા મને કહેતા હતા કે હું મુમતાઝ જેવી દેખાઉ છું અને મારા મતે તેમને સમર્પિત કરવા માટે આ ગીત સિવાય બીજુ કોઇ ન હોઇ શકે. આ ગીત શિવજીને અર્પણ કરવામાં આવ્યું છે અને ઓરિજિનલ ટ્રેકની જેમ ભાંગનો પણ ઉપયોગ કરવામાં આવશે''

આ ફિલ્મમાં સપના દુબેની ભૂમિકામાં જોવા મળનાર પ્રતિ ઝિન્ટાએ કહ્યું હતું કે 'મારુ સપના દુબેનું પાત્ર મજેદાર છે. આ  ગીત માટે (કોરિયોગ્રાફર) અહમદ ખાન સાથે ખાસ ચર્ચા કરવામાં આવી હતી અને પછી એનાં સ્ટેપ્સ બેસાડવામાં આવ્યા હતા. અહમદે મને દરેક સ્ટેપ ખુબ જ ધ્યાનથી શીખવાડયું હતું જેમ સરોજજી (ખાન) શીખવાડે છે. અહમદ કયુઠ અને ટેલેન્ટેડ  છેે. તેણે મને તમામ હાવભાવ દેખાડયા હતા. હું તેનું અનુકરણ કરતી હતી'.

(3:43 pm IST)