Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

લુઈસ વિટનની પ્રથમ ભારતીય હાઉસ એમ્બેસેડર બની ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણ

મુંબઈ: ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ લુઈસ વીટને દીપિકા પાદુકોણને તેના નવા હાઉસ એમ્બેસેડર તરીકે જોડ્યા છે. દીપિકા પાદુકોણ પ્રથમ ભારતીય હાઉસ એમ્બેસેડર છે જેમણે લૂઈસ વિટન બ્રાન્ડ સાથે કરાર કર્યા છે.દીપિકા પાદુકોણ એમ્મા સ્ટોન અને ઝોઉ ડોંગ્યુ સાથે કામ કરશે. તમને જણાવી દઈએ કે એમ્મા સ્ટોન ઓસ્કાર વિનર છે અને લાંબા સમયથી હાઉસ એમ્બેસેડર પણ છે. તે જ સમયે, ઝોઉ ડોંગ્યુ ચીની સિનેમાની સૌથી મોટી વ્યક્તિઓમાંની એક છે. દીપિકાએ 'પીકુ', 'પદ્માવત' અને 'ગહરૈયાં' જેવી 30 થી વધુ શાનદાર ફિલ્મો કરી છે. 75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરીના સભ્ય તરીકે તેમને નામ આપવામાં આવ્યું છે.

(4:22 pm IST)