Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ફિલ્મ 'કેસરી'માં અક્ષય સાથે ચમકશે પરિણીતી ચોપડા

મુંબઇ: અભિનેત્રી પરિણિતી ચોપરા હવે ટોચના અભિનેતા અક્ષય કુમાર સાથે ચમકશે. બેટલ ઑફ સારગઢી નામનાં પુસ્તક પરથી બની રહેલી ફિલ્મ કરણ જોહર અને અક્ષય કુમાર સાથે મળીને બનાવી રહ્યા છે. એેમાં અક્ષય કુમાર મુખ્ય રોલ કરી રહ્યો છે. ખૂબીની વાત એ છે કે છેલ્લાં પાંચ-છ વર્ષથી એકાદી હિટ ફિલ્મ માટે સતત તરસતી રહેલી પરિણિતીને પહેલવહેલી હિટ ફિલ્મ અજય દેવગણે ગોલમાલ અગેનમાં આપી હતી પરંતુ પરિણિતી ચોપરાએ અક્ષય કુમાર સાથે ચમકવાનું પસંદ કર્યું હતું. બેટલ ઑફ સારગઢી પરથી અજય દેવગણ પણ અભિનેતા રણદીપ હૂડાને લઇને ફિલ્મ બનાવી રહ્યો છે. અજય પણ આ વિષય પરથી ફિલ્મ બનાવી રહ્યો હોવાની માહિતી મળતાં સલમાન ખાને કરણ જોહર અને અક્ષય કુમાર સાથેના પોતાના સહયોગને પાછો ખેંચી લીધો હતો. અગાઉ કરણ અને સલમાન અક્ષયને લઇને આ ફિલ્મ બનાવવાના હતા. બેટલ ઑફ સારગઢી ટાઇટલની માથાકૂટ ન થાય એ માટે કરણ અને અક્ષયે પોતાની ફિલ્મનું નામ કેસરી રાખ્યું હતું. આ ફિલ્મ દ્વારા પરિણિતી પહેલીવાર અક્ષય કુમાર સાથે ચમકશે. અનુરાગ સિંહ કેસરીના ડાયરેક્ટર છે અને ૨૦૧૯ની હોળી પર આ ફિલ્મ રજૂ કરવાની એમની યોજના છે.

(5:42 pm IST)