Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

મોટરબાઈક કરતાં પણ મોંઘી છે રણબીર કપુરની સાયકલઃ આલિયાએ આપી છે ગિફ્ટ

નવી દિલ્હી, તા.૧૦: બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર તેની નવી સાયકલ પર શહેરમાં ફરતા જોવા મળ્યો હતો. 'રોકસ્ટાર' ફેમ રણબીરના ગેરેજમાં એકથી એક વ્હીકલ્સ છે અને તે એક હોટ રેડ ન્યૂ ઈ-બાઈકનો આનંદ માણી રહ્યો છે. મિત્રો સાથે સવારની રાઇડ હોય કે ઘરની ફરતે, બોલીવુડના ચોકલેટ બોય તેની નવી સાયકલની મજા લઇ રહ્યા છે.

જો અમે તમને કહીએ કે તેની આ સાયકલ લકઝુરિયસ મોટરબાઈક કરતા વધુ મોંઘી છે, તો પછી તમારી દિલચસ્પી વધુ વધશે. તમે જરૂર વિચારતા હતો કે, આખરે આ સાયકલની કિંમત કેટલી છે. તો તમને જણાવી દઈએ કે, રણબીરે આ ફેન્સી સાયકલ માટે મોટી કિંમત ચૂકવી છે. રિપોર્ટ્સ અનુસાર આ ઇલેકિટ્રક બાઇકની કિંમત આશરે ૧.૫ લાખ રૂપિયા છે. પરંતુ આ સાયકલ તેની કિંમતને પણ યોગ્ય ઠેરવે છે. આ Mate X Electric Foldable Bikeમાં ઘણી સુવિધાઓ છે જે તેને કોઈપણ સામાન્ય સાયકલથી અલગ બનાવે છે. તે ફોલ્ડેબલ ઇ-બાઇક છે અને મૂવી સ્ટારની સાંજે રાઇડ માટે યોગ્ય છે.

બ્રાન્ડની વેબસાઇટ અનુસાર, બાઇકમાં 1000wની શકિતશાળી મોટર, હાઇ ટોર્ક ૪૮સ્ બેટરી, શિમેનો ૮-એસપીડી શિફ્ટિંગ, TEKTRO ડિસ્ક બ્રેકસ અને અન્ય ઘણી અઘતન સુવિધાઓ છે. આ સિવાય બાઇકમાં સ્માર્ટ એલસીડી ડિસ્પ્લે પણ છે જે તમને તમારી સવારી દરમિયાન થતી દરેક મહત્વપૂર્ણ વિગતને રેકોર્ડ કરવામાં મદદ કરે છે. એવી અફવાઓ છે કે આ બાઇક રણબીરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ દ્વારા બર્થડે ગિફ્ટ તરીકે આપવામાં આવી છે. બાઇક પર સાઈડમાં રણબીરનો લક્કી નંબર ૮ પણ લખેલો છે, જે તેની ફૂટબોલની જર્સી અને દ્યણી કારની નંબર પ્લેટો પર પણ છે.

(10:15 am IST)