Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

આ પણ એક પ્રકારની ઉજવણી જ હોય છેઃ ગોૈતમ-પંખુરી

અભિનેતા ગોૈતમ રોડે અને પંખુરી અવસ્તી રોડે નાની નાની વાતોમાં પણ ખુશ રહેતાં શીખી ગયા છે. ટીવી પરદાના ખુબસુરત યુગલોમાં સામેલ ગોૈતમ અને પંખુરીએ પ્રારંભે દોસ્તી કરી હતી. એ પછી ૨૦૧૮માં બંને લગ્ન બંધને બંધાઇ ગયા હતાં. આ બંને એ વાતની સાબિતી આપી રહ્યા છે કે ખુશ થવા માટે કોઇ મોટા મોટા તાયફા કરવાની જરૂર હોતી નથી. તમે જ્યારે ઇચ્છો ત્યારે રોજીંદા જીવનમાં બનતી બાબતોમાંથી પણ ખુશી મેળવી શકો છો.  અમે ઘણા રોજીંદા કામો સાથે મળીને કરીએ છીએ. અમારા માટે આ પણ એક પ્રકારની ઉજવણી હોય છે. છેલ્લા એક વર્ષમાં અમે ઘણો સમય સાથે વિતાવ્યો છે. અમે ભેગા બેસીને વેબ સિરીઝ અને ફિલ્મો પણ નિહાળી છે. આ પછી અમે એકબીજાના મંતવ્યો વ્યકત કરતાં હતાં. અમારી સ્ક્રિપ્ટ વિશે પણ ચર્ચા કરતાં રહીએ છીએ. આમ કરવાથી અમે એક બીજાના વિચારો, પસંદ, નાપસંદની પણ ખબર પડે છે અને કલાકાર તરીકે પણ અમારો વિકાસ થાય છે. 

(10:07 am IST)