Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

આમ્રપાલી બનશે અંકિતા લોખંડે

પ્રાચીન ભારતની રોયલ ડાન્સરનું પાત્ર તે વેબ-શોમાં ભજવતી જોવા મળશે

મુંબઇ તા. ૧૦ : અંકિતા લોખંડે હવે આમ્રપાલી બનવા જઈ રહી છે. 'સ્વાતંત્ર્ય વીર સાવરકર'ના પ્રોડ્યુસર સંદીપ સિંહ આ વેબ-શો બનાવી રહ્યા છે. પ્રાચીન ભારતમાં વૈશાલી રાજયમાં આમ્રપાલી એક રોયલ ડાન્સર હતી. વૈશાલી રાજય આજના જમાનાનું બિહાર છે. આમ્રપાલી તેની સુંદરતા, તેની ચતુરાઈ અને તેના ડાન્સ માટે ખૂબ જ જાણીતી હતી. તેના સમયમાં પોલિટિકસમાં પણ તેનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. તે જયારે ગૌતમ બુદ્ઘને મળી ત્યારે તેણે બ્રહ્મચર્ય લેવાનું નક્કી કર્યું હતું અને તેની લકઝુરિયસ લાઇફ તેણે છોડી દીધી હતી. આ સિરીઝને પસંદ કરવા વિશે અંકિતા કહે છે, 'હું મારા પ્રોજેકટને ખૂબ જ સમજી-વિચારીને પસંદ કરી રહી છું અને 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' બાદ હું 'આમ્રપાલી'માં જોવા મળીશ. હું હજી પણ ઘણા સારા પ્રોજેકટને જલદી જ પસંદ કરીશ. 'આમ્રપાલી' મારા માટે અને દર્શકો માટે પણ સરપ્રાઇઝ છે. મને આશા છે કે હું લોકોની અપેક્ષા પર ખરી ઊતરી શકું

(11:28 am IST)